Thursday, 20 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો       “શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા

        વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
      સેમિનારમાં માર્ગદર્શન આપતાં શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ સાચી જોડણી ગોખવાની નહીં, પરંતુ સમજવાની જરૂર છે. શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે. ગુજરાતીની જોડણીના નિયમો જેવા જ કેટલાક નિયમો અંગ્રેજીમાં પણ છે. ગુજરાતી ભાષા સારી રીતે શીખશો તો અંગ્રેજી શીખવામાં ખૂબ સરળતા રહેશે.“ 
     “ ઉપયોગી-ઉપયોગિતા, વિદ્યાર્થી- વિદ્યાર્થિની” જેવા શબ્દો લખાવીને સમાન જણાતા શબ્દોની જોડણીમાં તફાવત કેમ છે? તેની ઉચ્ચારણ સાથે સરળ સમજૂતી આપી હતી. અંગ્રેજીમાં પણ “baby-babies, city-cities” થાય છે. ઉચ્ચારણને કારણે અંત્ય દીર્ઘ “ઈ” નો હ્રસ્વ “ઇ” થાય છે. તેમ સમજાવ્યું.  “ નાગરિક,ચંદ્રિકા,આયોજિત, સંવાદિતા” જેવા શબ્દો લખાવીને “ઇક-ઇકા-ઇત-ઇતા”પ્રત્યયમાં “ઇ” હ્રસ્વ હોય છે; તેને સરળ સમજ આપી. “ કીર્તન,તીર્થ,મૂર્તિ,સૂર્ય,” વગેરે શબ્દો લખાવીને રેફ પૂર્વેનાં “ઈ-ઊ” દીર્ઘ હોય છે તે અંગે ચર્ચા કરી. વારંવાર વપરાતા શબ્દોની જોડણી અંગે વિદ્યાર્થીઓને  થોડી જાણકારી આપવામાં અવે તો તેઓ ખૂબ સહેલાઈથી સેંકડો શબ્દોની સાચી જોડણી શીખી શકે.શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીએ તેમની વિદાય પ્રસંગે શાળાના ધો.5 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટરૂપે “ સાચી જોડણી લાગે વહાલી” પુસ્તિકા આપી છે.તેનો વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તેમજ માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને માતૃભાષાનું ગૌરવ વધારી શકે. આવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
     શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ આ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં ધોરણ 5 , 6, 7ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.


Thursday, 13 September 2018

"શિક્ષણ સજ્જતા સેમિનાર"

    ગણેશચતુર્થીના પાવન અવસરે ગુરુકૃપા વિદ્યાલયના દશાબ્દી પર્વ અંતર્ગત "શિક્ષણ સજ્જતા સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12(ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
            આ સેમિનારમાં રાજેશ ધામેલિયાએ શિક્ષણના ચાર પાયા : વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળા સંચાલક વિશે અને પારસ્પરિક સંબંધો વિશે વાત કરી.
         માતાપિતા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ અદ્ભુત  સફળતા પ્રાપ્ત કરી શકે છે.
         વિદ્યાર્થીઓ નિયમિત રીતે ઉત્સાહથી મહેનત કરીને સારી ટકાવારી લાવે તો  માતાપિતાને પણ આર્થિક રીતે  ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499

Wednesday, 12 September 2018

આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 10 રૂપિયામાં મેળવો

   જરા વિચારો...

દર સત્ર દરમિયાન 500-700 રૂપિયાના પુસ્તકો સત્રના અંતે પસ્તી બની જાય છે.

એક ફિલ્મની ટિકિટ 100 થી લઈને  200 300…  હોય છે.

આ સમયમાં 10 રૂપિયામાં શું મળે અને કેટલું ટકે ?

હવે,આ પુસ્તિકા અંગે વિચારો....

વિશેષતાઓ:

ધો. 3 થી 12, પી.ટી.સી., બી.એડ્.,આર્ટ્સના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી.

TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી.

અંગેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી

અન્ય વિશેષતાઓ :

જોડણીના નિયમોની ખૂબ સરળ સમજ

વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ- અશુદ્ધ જોડણી

એક જ શબ્દની બંને  જોડણી માન્ય હોય તેવા શબ્દોનું સંકલન

જોડણીના ફરકથી  અર્થમાં ફેરફાર થતા હોય તેવા  શબ્દોનું સંકલન

ઉદાહરણ સાથે જોડાક્ષરની સરળ અને સ્પષ્ટ સમજ
 
ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ ભવનની તકતી મૂકવા જરૂરી શબ્દોની સાચી જોડણી મળી રહેશે.

આવી અદ્ભુત પુસ્તિકા એટલે....

              “સાચી જોડણી લાગે વહાલી”

કુલ : પાનાં 80          કિંમત : 20

   શાળાકીય કાર્યક્રમ કે લગ્ન પ્રસંગ, સીમંત વિધિ,ઉદ્ઘાટન વગેરે કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકા માટે જરૂરી શબ્દોની સાચી જોડણી આ પુસ્તિકામાંથી મળી રહેશે.

આજ સુધીમાં ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓએ આ પુસ્તિકા વસાવી છે.

ખાસ નોંધ :  50% વળતર માટે 100 કે તેથી વધુ નકલ ખરીદવી જરૂરી છે.
                    100 નકલ કરતાં ઓછી નકલ હોય તો મૂળ કિંમત 20 આપવાની રહેશે.

પુસ્તિકાની અંદરનાં પાનાનું  પ્રિંટિંગ બ્લેક & વ્હાઇટ સિંગલ કલર છે.

સંપર્ક :
રાજેશ ધામેલિયા
બી-30, ગોપીનાથ સોસાયટી, મોટા વરાછા,
સુરત-394101
મો.9825492499