Thursday, 22 November 2018
Wednesday, 7 November 2018
Friday, 2 November 2018
ધામેલિયા વિશાખાનું સન્માન કરવામાં આવ્યું
મારી દીકરી ધામેલિયા વિશાખા અભ્યાસની સાથે
"જિમ્નાસ્ટિક" રમી રહી છે. સંતો અને વડીલોના આશીર્વાદ તેમજ આપ સૌની
શુભેચ્છાઓથી રાજય કક્ષાએ આજ સુધીમાં ગોલ્ડ,સિલ્વર અને
બ્રોન્ઝ મળીને 65 મેડલ મેળવી ચૂકી છે. નેશનલ કક્ષાએ પણ
બ્રોન્ઝ મેડલ મેળવી રાજયનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
સરદાર જયંતીના(તા.31-10-2018) પાવન પર્વે સરદાર સ્મૃતિ ભવન-સુરત ખાતે ડૉ.જગદીશભાઈ સખિયા અને જાણીતા વકતા શ્રી શૈલેષભાઈ સગપરિયાના વરદ હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
સરદાર જયંતીના(તા.31-10-2018) પાવન પર્વે સરદાર સ્મૃતિ ભવન-સુરત ખાતે ડૉ.જગદીશભાઈ સખિયા અને જાણીતા વકતા શ્રી શૈલેષભાઈ સગપરિયાના વરદ હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
Wednesday, 31 October 2018
Saturday, 27 October 2018
Tuesday, 16 October 2018
ધામેલિયા વિશાખા રાજેશકુમારે ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
કૌશલ વિદ્યાભવનનું ગૌરવ ધામેલિયા વિશાખા
ધામેલિયા વિશાખા રાજેશકુમારે ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
ગુજરાત રાજય જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા તા.13 થી 15 ઓકટોબર-2018 દરમિયાન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ સંકુલ-રાજપીપળામાં રાજ્ય કક્ષાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખાએ U-17 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં અનિવન બાર અને બેલેન્સિંગ બીમમાં ગોલ્ડ મેળવ્યા હતા અને વોલ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે ઓલ રાઉન્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને શાળા પરિવારે ધામેલિયા વિશાખાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
ધામેલિયા વિશાખા સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં જિમ્નાસ્ટિકની તાલીમ લઈ રહી છે, તેના કોચ શ્રી રવિભાઈ તાંદલેકરનું માર્ગદર્શન સતત મળતું રહે છે.
Friday, 28 September 2018
Thursday, 20 September 2018
મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો
“શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો
પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા
વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી
જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ
સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત
સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું
આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં માર્ગદર્શન આપતાં
શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ સાચી જોડણી ગોખવાની નહીં, પરંતુ સમજવાની જરૂર છે. શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે. ગુજરાતીની જોડણીના નિયમો
જેવા જ કેટલાક નિયમો અંગ્રેજીમાં પણ છે. ગુજરાતી ભાષા સારી રીતે શીખશો તો અંગ્રેજી
શીખવામાં ખૂબ સરળતા રહેશે.“
“ ઉપયોગી-ઉપયોગિતા, વિદ્યાર્થી- વિદ્યાર્થિની”
જેવા શબ્દો લખાવીને સમાન જણાતા શબ્દોની જોડણીમાં તફાવત કેમ છે? તેની ઉચ્ચારણ સાથે સરળ સમજૂતી આપી હતી. અંગ્રેજીમાં પણ “baby-babies,
city-cities” થાય છે. ઉચ્ચારણને કારણે અંત્ય દીર્ઘ “ઈ” નો હ્રસ્વ
“ઇ” થાય છે. તેમ સમજાવ્યું. “ નાગરિક,ચંદ્રિકા,આયોજિત, સંવાદિતા”
જેવા શબ્દો લખાવીને “ઇક-ઇકા-ઇત-ઇતા”પ્રત્યયમાં “ઇ” હ્રસ્વ હોય છે; તેને સરળ સમજ આપી. “ કીર્તન,તીર્થ,મૂર્તિ,સૂર્ય,” વગેરે શબ્દો
લખાવીને રેફ પૂર્વેનાં “ઈ-ઊ” દીર્ઘ હોય છે તે અંગે ચર્ચા કરી. વારંવાર વપરાતા
શબ્દોની જોડણી અંગે વિદ્યાર્થીઓને થોડી
જાણકારી આપવામાં અવે તો તેઓ ખૂબ સહેલાઈથી સેંકડો શબ્દોની સાચી જોડણી શીખી શકે.શાળાના
શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીએ તેમની વિદાય પ્રસંગે શાળાના ધો.5 થી 8 ના તમામ
વિદ્યાર્થીઓને સ્મૃતિભેટરૂપે “ સાચી જોડણી લાગે વહાલી” પુસ્તિકા આપી છે.તેનો
વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તેમજ માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને માતૃભાષાનું
ગૌરવ વધારી શકે. આવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ આ
માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો
હતો. આ સેમિનારમાં ધોરણ 5 , 6, 7ના વિદ્યાર્થીઓ
સહભાગી થયા હતા.
Thursday, 13 September 2018
"શિક્ષણ સજ્જતા સેમિનાર"
ગણેશચતુર્થીના પાવન અવસરે ગુરુકૃપા
વિદ્યાલયના દશાબ્દી પર્વ અંતર્ગત "શિક્ષણ સજ્જતા સેમિનાર"નું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12(ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના
વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યાં હતાં.
આ સેમિનારમાં રાજેશ ધામેલિયાએ શિક્ષણના ચાર પાયા : વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળા સંચાલક વિશે અને પારસ્પરિક
સંબંધો વિશે વાત કરી.
માતાપિતા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી શકે છે.
વિદ્યાર્થીઓ નિયમિત રીતે ઉત્સાહથી મહેનત કરીને સારી ટકાવારી લાવે તો માતાપિતાને પણ આર્થિક રીતે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
માતાપિતા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી શકે છે.
વિદ્યાર્થીઓ નિયમિત રીતે ઉત્સાહથી મહેનત કરીને સારી ટકાવારી લાવે તો માતાપિતાને પણ આર્થિક રીતે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
Subscribe to:
Posts (Atom)

































