Friday, 30 November 2018

ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો

 ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો
“પ્રાથમિક શાળાથી જ સાચી જોડણી શીખવવામાં આવે  તો તે જીવનભર ઉપયોગી પુરવાર થાય.”- રાજેશ ધામેલિયા

ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16),નાના વરાછામાં  “ભાષા સજ્જતા” સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે  શ્રી માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માતૃભાષાને સાચી રીતે પ્રયોજવી એ આનંદ અને ગૌરવની બાબત છે. પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને  જોડણીની સમજ આપવામાં આવી હોય તો તે ખૂબ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે અને જીવનભર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.”
       આ સેમિનારમાં ગુજરાતી ભાષામાં વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ – અશુદ્ધ જોડણી અંગે સમજ આપવામાં આવી હતી. જોડણીના કેટલાક નિયમો ખૂબ સહેલા છે, તેની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ. આ અંગે  વિદ્યાર્થિનીઓને  વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.  
      આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ની પાંચસો વિદ્યાર્થિનીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  શાળાના
આચાર્યા શ્રીમતી વૈશાલીબહેન સુતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો સહભાગી થયાં હતાં. શાળાના શિક્ષિકા શ્રીમતી હંસાબહેને કાર્યક્રમ બદલ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 








Thursday, 22 November 2018

ધામેલિયા વિશાખાએ ખેલ મહાકુંભ-2018માં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા




ધામેલિયા વિશાખાએ ખેલ મહાકુંભ-2018માં  આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા   
  
(જન્મદિનની ઉજવણી રાજ્ય કક્ષાએ બે સિલ્વર મેડલ મેળવીને કરી. 21મી નવેમ્બર તેનો જન્મ દિવસ છે.)

       કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખા રાજેશકુમારે તા.21-11-2018ના રોજ મોટા ફોફળિયા, જિ.વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં    જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં  અન ઇવનબાર અને બેલેન્સિંગ બીમમાં બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. આજ સુધીમાં તે રાજ્ય કક્ષાએ 65 મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ 1 મેડલ મેળવી ચૂકી છે.  

       આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને શાળા પરિવારે ધામેલિયા વિશાખાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

ધામેલિયા  વિશાખા  સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં જિમ્નાસ્ટિકની તાલીમ લઈ રહી છે, તેના કોચ શ્રી રવિભાઈ તાંદલેકરનું માર્ગદર્શન સતત મળતું રહે છે.
            દીકરી વિશાખાની સિદ્ધિને અખબારમાં પ્રસિદ્ધ કરનાર તમામ વર્તમાન પત્રોના તંત્રીશ્રીઓનો તેમજ શુભેચ્છાઓ પાઠવનાર વડીલો,મિત્રો,સ્નેહીઓ વગેરે સૌનો હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.






નૂતનવર્ષમાં પ્રસિદ્ધ થયેલા લેખો



Wednesday, 7 November 2018

નૂતન વર્ષની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 ઝગમગતા દીવડાઓના પ્રકાશના પાવન પર્વ દીપાવલીની તેમજ હર્ષોલ્લાસ સાથે તનમનથી તરોતાજા બનવાના તહેવાર નૂતન વર્ષની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.



Friday, 2 November 2018

ધામેલિયા વિશાખાનું સન્માન કરવામાં આવ્યું


મારી દીકરી ધામેલિયા વિશાખા અભ્યાસની સાથે "જિમ્નાસ્ટિક" રમી રહી છે. સંતો અને વડીલોના આશીર્વાદ તેમજ આપ સૌની શુભેચ્છાઓથી  રાજય કક્ષાએ આજ સુધીમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મળીને 65 મેડલ મેળવી ચૂકી છે. નેશનલ કક્ષાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવી રાજયનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
      સરદાર જયંતીના(તા.31-10-2018) પાવન પર્વે સરદાર સ્મૃતિ ભવન-સુરત ખાતે ડૉ.જગદીશભાઈ સખિયા અને જાણીતા વકતા શ્રી શૈલેષભાઈ સગપરિયાના વરદ હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

ભવદીય,
રાજેશ ધામેલિયા 
મો.9825492499









Wednesday, 31 October 2018

ચાલો, સરદારને સાચી અંજલિ અર્પણ કરીએ

ચાલો, સરદારને સાચી અંજલિ અર્પણ કરીએ
       સરદાર જયંતીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આજનો દિવસ  સમગ્ર ભારત માટે સુવર્ણમય અને  યાદગાર દિવસ છે, કારણ કે, આજે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યૂ ઓવ યુનિટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 











Saturday, 27 October 2018

ચાલો, સરદારની વિશ્વની ઊંચી પ્રતિમા સાથે વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થઈએ.

ચાલો, સરદારની વિશ્વની ઊંચી પ્રતિમા સાથે વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થઈએ.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
www.rajeshvdhameliya.blogspot.com

Tuesday, 16 October 2018

ધામેલિયા વિશાખા રાજેશકુમારે ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

 કૌશલ વિદ્યાભવનનું ગૌરવ ધામેલિયા વિશાખા
ધામેલિયા વિશાખા રાજેશકુમારે  ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
    ગુજરાત રાજય જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા તા.13 થી 15 ઓકટોબર-2018 દરમિયાન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ સંકુલ-રાજપીપળામાં  રાજ્ય કક્ષાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખાએ U-17 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં  અનિવન બાર અને બેલેન્સિંગ બીમમાં ગોલ્ડ મેળવ્યા હતા અને વોલ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ  સાથે ઓલ રાઉન્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
       આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને શાળા પરિવારે ધામેલિયા વિશાખાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
ધામેલિયા  વિશાખા  સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં જિમ્નાસ્ટિકની તાલીમ લઈ રહી છે, તેના કોચ શ્રી રવિભાઈ તાંદલેકરનું માર્ગદર્શન સતત મળતું રહે છે. 









Friday, 28 September 2018

ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં “ગુજલિશ” સેમિનાર યોજાયો



ગજેરા વિદ્યાભવનમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે “ગુજલિશ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ગુજરાતી- અંગ્રેજીના નિયમો શીખ્યા હતાં.














Thursday, 20 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો



       “શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા

        વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
      સેમિનારમાં માર્ગદર્શન આપતાં શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ સાચી જોડણી ગોખવાની નહીં, પરંતુ સમજવાની જરૂર છે. શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે. ગુજરાતીની જોડણીના નિયમો જેવા જ કેટલાક નિયમો અંગ્રેજીમાં પણ છે. ગુજરાતી ભાષા સારી રીતે શીખશો તો અંગ્રેજી શીખવામાં ખૂબ સરળતા રહેશે.“ 
     “ ઉપયોગી-ઉપયોગિતા, વિદ્યાર્થી- વિદ્યાર્થિની” જેવા શબ્દો લખાવીને સમાન જણાતા શબ્દોની જોડણીમાં તફાવત કેમ છે? તેની ઉચ્ચારણ સાથે સરળ સમજૂતી આપી હતી. અંગ્રેજીમાં પણ “baby-babies, city-cities” થાય છે. ઉચ્ચારણને કારણે અંત્ય દીર્ઘ “ઈ” નો હ્રસ્વ “ઇ” થાય છે. તેમ સમજાવ્યું.  “ નાગરિક,ચંદ્રિકા,આયોજિત, સંવાદિતા” જેવા શબ્દો લખાવીને “ઇક-ઇકા-ઇત-ઇતા”પ્રત્યયમાં “ઇ” હ્રસ્વ હોય છે; તેને સરળ સમજ આપી. “ કીર્તન,તીર્થ,મૂર્તિ,સૂર્ય,” વગેરે શબ્દો લખાવીને રેફ પૂર્વેનાં “ઈ-ઊ” દીર્ઘ હોય છે તે અંગે ચર્ચા કરી. વારંવાર વપરાતા શબ્દોની જોડણી અંગે વિદ્યાર્થીઓને  થોડી જાણકારી આપવામાં અવે તો તેઓ ખૂબ સહેલાઈથી સેંકડો શબ્દોની સાચી જોડણી શીખી શકે.શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીએ તેમની વિદાય પ્રસંગે શાળાના ધો.5 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટરૂપે “ સાચી જોડણી લાગે વહાલી” પુસ્તિકા આપી છે.તેનો વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તેમજ માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને માતૃભાષાનું ગૌરવ વધારી શકે. આવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
     શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ આ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં ધોરણ 5 , 6, 7ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.