Monday, 29 April 2019

જુદી-જુદી શાળાઓમાં શિક્ષકો માટે યોજાયેલ વિવિધ સેમિનારની આછેરી ઝલક


નમસ્કાર.
     આજ સુધીમાં સમગ્ર ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના વિવિધ સેમિનારમાં તેમજ પારિવારિક સ્નેહમિલન સમારોહમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેવાની તક આપનાર સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
           
         આગામી સત્ર માટે શિક્ષક અને વિદ્યાર્થીઓના સેમિનારની તારીખ નક્કી કરાવી દેનાર શાળા સંચાલકશ્રીઓનો અને  આચાર્યશ્રીઓનો પણ અંત:કરણપૂર્વક આભાર.
  
આપનો,
રાજેશ ધામેલિયા
મો.9825492499















શિક્ષણ સંવર્ધન અભિયાન "સમન્વય" ગુજરાત રાજ્ય આયોજિત 86મી રાજ્ય ગોષ્ઠી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના યજમાનપદે યોજાઈ.

શિક્ષણ સંવર્ધન અભિયાન "સમન્વય" ગુજરાત રાજ્ય આયોજિત 86મી રાજ્ય ગોષ્ઠી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના યજમાનપદે યોજાઈ.

     *તા.27-4-2019 ને શનિવારે મને "ગુજલિશ" વિશે વાત કરવાની તક મળી હતી.*

     *તા.28-4-2019 ને રવિવારે "ગાંધીજીના સહસાધકો" પુસ્તકનું રસદર્શન કરાવવાનો મને અવસર મળ્યો હતો.*


    સમન્વયના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીએ સમન્વય દ્વારા કરવામાં આવતા કાર્યોથી મહેમાનોને વાકેફ કર્યા હતા.
    ડૉ. હર્ષદભાઈ પટેલ(કુલપતિ,IITE), ડૉ. અજયભાઈ ગોર (પ્રિન્સિપાલ, પ્રમુખસ્વામી સાયન્સ કોલેજ-કડી),  શ્રીમતી ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય(જાણીતા સાહિત્યકાર), ડૉ. અશોકભાઈ પટેલ (કટાર લેખક), ડો.શૈલેન્દ્ર ભાઈ ગુપ્તા(કેળવણીકાર), શ્રી મનસુખભાઈ સલ્લા(જાણીતા કેળવણીકાર), શ્રી રવજીભાઈ ગાબાણી(પૂર્વ કેળવણી નિરીક્ષક) વગેરેનું સુંદર માર્ગદર્શન મળ્યું હતું.
      ગાંધીજીની સાર્ધ શતાબ્દીને કેન્દ્રમાં રાખીને "ગાંધીજી અને સ્ત્રી સશક્તિકરણ", "ગાંધી અને નેતૃત્વ", શિક્ષણ સંદર્ભે કુશળ નેતૃત્વ વગેરે વિષયો પર સુંદર રજૂઆત કરવામાં આવી.
     
તા.28-4-2019 ને રવિવારે ડૉ. બી.એમ.શેલડિયાએ "અનાસક્તિ યોગ" પુસ્તકનું રસદર્શન કરાવ્યું હતું. શ્રી સંજયભાઈ ભાવસાર(વિશ્વગ્રામ), ડૉ. અનિલભાઈ નાયક(કુલપતિ,ઉ.ગુ.યુનિવર્સિટી),શ્રીમતી શિરાલી મહેતા(લેખિકા), શ્રી વલ્લભભાઈ પટેલ(ચેરમેનશ્રી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી) વગેરે મહાનુભાવોએ પણ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા. 
        આ પ્રસંગે ગુજરાતભરમાંથી આવેલા શિક્ષકો, આચાર્યશ્રીઓ, સારસ્વતશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.