Saturday, 14 March 2020
Friday, 20 September 2019
Thursday, 29 August 2019
Wednesday, 22 May 2019
પટેલ યુવા પ્રગતિ મંડળ બુઢણા(સુરત) આયોજિત 35મો સ્નેહમિલન સમારોહ યોજાયો
દીકરી વિશાખાએ ગત વર્ષના ધો.10 અને
આ વર્ષના ધો.11ના પરિણામમાં ગામ કક્ષાએ પ્રથમ
ક્રમ પ્રાપ્ત કર્યો. દીકરી વતી ઇનામ સ્વીકારવાનો અમને બંનેને અવસર મળ્યો. તેનો
સવિશેષ આનંદ છે.
ચાર વર્ષ પછી ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત
રહેવાની તક મળી. કાર્યક્રમનુંસંચાલન કરવાનો અવસર મળ્યો. વડીલો, બાળપણના
મિત્રો,સ્નેહીઓને મળીને ખૂબ આનંદ થયો.
બુઢણા ગામે અપના ઘર (અન્નક્ષેત્ર)માં યોગદાન આપનાર સૌ
દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
શ્રી પટેલ યુવા
પ્રગતિ મંડળ બુઢણા(સુરત) દ્વારા સીમાડા ખાતે 35મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના દાતાશ્રી અને વડીલોના વરદ હસ્તે દીપ
પ્રાગટ્ય કરવામાં આવ્યું અને “વંદે માતરમ”ના ગાન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
આ
પ્રસંગે બાલભવન તેમજ ધો.1 થી 12ના
તેજસ્વી તારલાઓનું વડીલો અને દાતાશ્રીઓના હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું.
સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુવાન ભાઈઓ-બહેનોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.
આગામી ચોમાસામાં બુઢણા ગામે 5000 વૃક્ષો
વાવી, તેનું જતન કરવામાં આવશે.
Subscribe to:
Posts (Atom)




















































