Wednesday 31 October 2018

ચાલો, સરદારને સાચી અંજલિ અર્પણ કરીએ

ચાલો, સરદારને સાચી અંજલિ અર્પણ કરીએ
       સરદાર જયંતીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આજનો દિવસ  સમગ્ર ભારત માટે સુવર્ણમય અને  યાદગાર દિવસ છે, કારણ કે, આજે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યૂ ઓવ યુનિટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 











Saturday 27 October 2018

ચાલો, સરદારની વિશ્વની ઊંચી પ્રતિમા સાથે વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થઈએ.

ચાલો, સરદારની વિશ્વની ઊંચી પ્રતિમા સાથે વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થઈએ.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
www.rajeshvdhameliya.blogspot.com

Tuesday 16 October 2018

ધામેલિયા વિશાખા રાજેશકુમારે ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

 કૌશલ વિદ્યાભવનનું ગૌરવ ધામેલિયા વિશાખા
ધામેલિયા વિશાખા રાજેશકુમારે  ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
    ગુજરાત રાજય જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા તા.13 થી 15 ઓકટોબર-2018 દરમિયાન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ સંકુલ-રાજપીપળામાં  રાજ્ય કક્ષાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખાએ U-17 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં  અનિવન બાર અને બેલેન્સિંગ બીમમાં ગોલ્ડ મેળવ્યા હતા અને વોલ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ  સાથે ઓલ રાઉન્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
       આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓઆચાર્યશ્રી અને શાળા પરિવારે ધામેલિયા વિશાખાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
ધામેલિયા  વિશાખા  સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં જિમ્નાસ્ટિકની તાલીમ લઈ રહી છે, તેના કોચ શ્રી રવિભાઈ તાંદલેકરનું માર્ગદર્શન સતત મળતું રહે છે.