Wednesday 22 May 2019

પટેલ યુવા પ્રગતિ મંડળ બુઢણા(સુરત) આયોજિત 35મો સ્નેહમિલન સમારોહ યોજાયો

            
     દીકરી વિશાખાએ ગત વર્ષના ધો.10 અને  આ વર્ષના ધો.11ના પરિણામમાં ગામ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. દીકરી વતી ઇનામ સ્વીકારવાનો અમને બંનેને અવસર મળ્યો. તેનો સવિશેષ આનંદ છે.

     ચાર વર્ષ પછી ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. કાર્યક્રમનુંસંચાલન કરવાનો અવસર મળ્યો.  વડીલો, બાળપણના મિત્રો,સ્નેહીઓને મળીને ખૂબ આનંદ થયો.

     બુઢણા ગામે અપના ઘર (અન્નક્ષેત્ર)માં યોગદાન આપનાર સૌ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. 

        શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ બુઢણા(સુરત) દ્વારા સીમાડા ખાતે 35મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના દાતાશ્રી અને વડીલોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.

     આ પ્રસંગે બાલભવન તેમજ ધો.1 થી 12ના તેજસ્વી તારલાઓનું વડીલો અને દાતાશ્રીઓના હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાન ભાઈઓ-બહેનોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.

       આગામી ચોમાસામાં બુઢણા ગામે 5000 વૃક્ષો વાવી, તેનું જતન કરવામાં આવશે.
        











Monday 6 May 2019

શ્રી વલ્લભીપુર ગામના 10મા સ્નેહમિલન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો.

શ્રી વલ્લભીપુર ગામના 10મા સ્નેહમિલન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો.
       "બેટી બચાવો" વિચારને સાકાર કરવા જેમના ઘરે વર્ષ દરમિયાન દીકરીનો જન્મ થયો હોય તેવા દંપતીઓનું સંમાન કરવામાં આવે છે. તે જાણીને ખૂબ આનંદ થયો.
      ગામના ધનપતિઓ પણ ઉદારદિલે સમાજને માટે પોતાની સંપત્તિનો સદુપયોગ કરી રહ્યા છે. આગામી આઠ વર્ષ એટલે કે  2027 સુધીના કાર્યક્રમના દાતાઓ નોંધાઈ ગયા છે.
       શુભ વિચારો આપનારને તેમજ  ઉમળકાભેર વધાવનાર સૌને વંદન અને અભિનંદન.

આપનો,
રાજેશ ધામેલિયા
મો.9825492499












 


પરીક્ષાનાં પરિણામ પહેલાં પાળ બાંધીએ

બોર્ડનું પરિણામ,
નથી જીવનનું છેલ્લું પરિણામ.




Wednesday 1 May 2019

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ-અબ્રામા ખાતે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

       ગુજરાત સ્થાપના દિનને કેંદ્રમાં રાખીને  પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ-અબ્રામા ખાતે  માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને તેનું ગૌરવ વધારીએ તેવા શુભ આશય સાથે “ગુજલિશ” સેમિનાર શીર્ષક સાથે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે  ગુજરાતી અને અંગ્રેજીના નિયમોમાં રહેલી સમાનતા અને વિવિધતા અંગે વિવિધ ઉદાહરણો સાથે સુંદર સમજૂતી આપી હતી.

    આ પ્રસંગે રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માતૃભાષાનું મહિમાગાન કરવું તે આનંદ અને ગૌરવની વાત, પરંતુ અન્ય ભાષાની નિંદા કરવી તે છીછરાપણું કહેવાય; તેનાથી બચવું જોઈએ. માત્ર સારી ટકાવારી શિક્ષણ નથી. વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ખીલવવી તે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે.”

      સેમિનારના લેખિત પ્રતિભાવમાં શિક્ષક મિત્રોએ જણાવ્યું હતું કે, “આજે ગુજરાતી-અંગ્રેજીની જોડણીના નિયમોમાં રહેલી સમાનતા વિશે ઘણું નવું જાણવા મળ્યું. જોડણીના નિયમો ગોખીને યાદ રાખવાની બદલે સમજવાની જે વાત કહી તે ખૂબ ગમી.

   આ સેમિનારમાં બાલભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ભાઈઓ-બહેનો જોડયા હતાં. સેમિનારનું આયોજન શાળાના આચાર્યા પ્રજ્ઞાબહેન રામોલિયાએ કર્યું હતું. શિક્ષકોને સુંદર માર્ગદર્શન આપવા બદલ  શિક્ષક શ્રી વિરમદેવસિંહ ગોહિલે ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

     આપ પણ આપની સંસ્થામાં કાર્યક્રમનું આયોજન કરી શકો છો.

સંપર્ક :
મો.૯૮૨૫૪૯૨૪૯૯