Tuesday 5 February 2019

સમગ્ર ન.પ્રા.શિ.સ.,સુરત કક્ષાએ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહારાણા પ્રતાપ શાળા કેન્દ્ર નં. 17ની ટીમ ચેમ્પિયન બની



    ન.પ્રા.શિ.સ.સુરત આયોજિત બાળ રમતોત્સવ-2019 અંતર્ગત આજે સમિતિ  કક્ષાએ ક્રિકેટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગઈકાલે ઝોન કક્ષાએ વિજેતા બનેલી સાતેય ઝોનની ટીમે ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ મજૂરા ગેટ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં યોજાઈ હતી. ટૂર્નામેન્ટના શુભારમ્ભે ન.પ્રા.શિ.સ.ના માનનીય ચેરમેનશ્રી હસમુખભાઈ પટેલ અને  માનનીય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાતેય ઝોનની ટીમના કેપ્ટનનું ગુલાબ આપીને અભિવાદન કર્યું હતું, તેમજ સૌ બાળ રમતવીરોને શુભેચ્છાઓ પાથવી હતી.   
      ઝોનની કક્ષાએ વિજેતા બનીને આવેલ દરેક ટીમના ખેલાડીઓ ખૂબ ઉત્સાહ અને જુસ્સાથી તેમજ  ખેલદીલીપૂર્વક રમ્યા હતા.બધી જ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. ફાઈનલ મેચમાં કેંદ્ર-17 અને કેંદ્ર-1  વચ્ચે યોજાઈ હતી, જેમાં મહારાણા પ્રતાપ શાળા કેન્દ્ર નં. 17ની ટીમ  વિજેતા બની હતી.  આ ટીમમાં શા.ક્ર.272, 252, 99 અને 303ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
          સમગ્ર ન.પ્રા.શિ.સ.,સુરત કક્ષાએ વિજેતા થવા બદલ તમામ બાળ રમતવીરોના ચહેરા પર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આગવી સિદ્ધિ હાંસલ કરવા બદલ તમામ બાળ રમતવીરોને અને કોચ શ્રી રાજેશભાઈ ધામેલિયાને કેન્દ્રાચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિ સહિત શાળા  પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.



Friday 1 February 2019

આપણે "ભારત માતા કી જય" "વંદે માતરમ્" "મા તુઝે સલામ" વગેરે વાક્યોથી માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અદા કરીએ છીએ. પરંતુ....

આપણે 
"ભારત માતા કી જય"
"વંદે માતરમ્"
"મા તુઝે સલામ"
વગેરે વાક્યોથી માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અદા કરીએ છીએ.
      પરંતુ....
 આધુનિક કુટેવો કે વટ પાડી દેવાની ઇચ્છાથી માતૃભૂમિની શી હાલત કરીએ છીએ તે અંગે પણ થોડું વિચારવાની જરૂર છે.

આપનો,
રાજેશ ધામેલિયા