Friday 30 November 2018

ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો

 ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો
“પ્રાથમિક શાળાથી જ સાચી જોડણી શીખવવામાં આવે  તો તે જીવનભર ઉપયોગી પુરવાર થાય.”- રાજેશ ધામેલિયા

ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16),નાના વરાછામાં  “ભાષા સજ્જતા” સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે  શ્રી માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માતૃભાષાને સાચી રીતે પ્રયોજવી એ આનંદ અને ગૌરવની બાબત છે. પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને  જોડણીની સમજ આપવામાં આવી હોય તો તે ખૂબ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે અને જીવનભર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.”
       આ સેમિનારમાં ગુજરાતી ભાષામાં વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ – અશુદ્ધ જોડણી અંગે સમજ આપવામાં આવી હતી. જોડણીના કેટલાક નિયમો ખૂબ સહેલા છે, તેની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ. આ અંગે  વિદ્યાર્થિનીઓને  વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.  
      આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ની પાંચસો વિદ્યાર્થિનીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  શાળાના
આચાર્યા શ્રીમતી વૈશાલીબહેન સુતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો સહભાગી થયાં હતાં. શાળાના શિક્ષિકા શ્રીમતી હંસાબહેને કાર્યક્રમ બદલ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 








Thursday 22 November 2018

ધામેલિયા વિશાખાએ ખેલ મહાકુંભ-2018માં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા




ધામેલિયા વિશાખાએ ખેલ મહાકુંભ-2018માં  આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા   
  
(જન્મદિનની ઉજવણી રાજ્ય કક્ષાએ બે સિલ્વર મેડલ મેળવીને કરી. 21મી નવેમ્બર તેનો જન્મ દિવસ છે.)

       કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખા રાજેશકુમારે તા.21-11-2018ના રોજ મોટા ફોફળિયા, જિ.વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં    જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં  અન ઇવનબાર અને બેલેન્સિંગ બીમમાં બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. આજ સુધીમાં તે રાજ્ય કક્ષાએ 65 મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ 1 મેડલ મેળવી ચૂકી છે.  

       આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને શાળા પરિવારે ધામેલિયા વિશાખાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

ધામેલિયા  વિશાખા  સૂર્યપુર વીર વ્યાયામ શાળામાં જિમ્નાસ્ટિકની તાલીમ લઈ રહી છે, તેના કોચ શ્રી રવિભાઈ તાંદલેકરનું માર્ગદર્શન સતત મળતું રહે છે.
            દીકરી વિશાખાની સિદ્ધિને અખબારમાં પ્રસિદ્ધ કરનાર તમામ વર્તમાન પત્રોના તંત્રીશ્રીઓનો તેમજ શુભેચ્છાઓ પાઠવનાર વડીલો,મિત્રો,સ્નેહીઓ વગેરે સૌનો હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.






નૂતનવર્ષમાં પ્રસિદ્ધ થયેલા લેખો



Wednesday 7 November 2018

નૂતન વર્ષની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 ઝગમગતા દીવડાઓના પ્રકાશના પાવન પર્વ દીપાવલીની તેમજ હર્ષોલ્લાસ સાથે તનમનથી તરોતાજા બનવાના તહેવાર નૂતન વર્ષની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.



Friday 2 November 2018

ધામેલિયા વિશાખાનું સન્માન કરવામાં આવ્યું


મારી દીકરી ધામેલિયા વિશાખા અભ્યાસની સાથે "જિમ્નાસ્ટિક" રમી રહી છે. સંતો અને વડીલોના આશીર્વાદ તેમજ આપ સૌની શુભેચ્છાઓથી  રાજય કક્ષાએ આજ સુધીમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મળીને 65 મેડલ મેળવી ચૂકી છે. નેશનલ કક્ષાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવી રાજયનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
      સરદાર જયંતીના(તા.31-10-2018) પાવન પર્વે સરદાર સ્મૃતિ ભવન-સુરત ખાતે ડૉ.જગદીશભાઈ સખિયા અને જાણીતા વકતા શ્રી શૈલેષભાઈ સગપરિયાના વરદ હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

ભવદીય,
રાજેશ ધામેલિયા 
મો.9825492499