Wednesday 1 May 2019

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ-અબ્રામા ખાતે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

       ગુજરાત સ્થાપના દિનને કેંદ્રમાં રાખીને  પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ-અબ્રામા ખાતે  માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને તેનું ગૌરવ વધારીએ તેવા શુભ આશય સાથે “ગુજલિશ” સેમિનાર શીર્ષક સાથે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે  ગુજરાતી અને અંગ્રેજીના નિયમોમાં રહેલી સમાનતા અને વિવિધતા અંગે વિવિધ ઉદાહરણો સાથે સુંદર સમજૂતી આપી હતી.

    આ પ્રસંગે રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માતૃભાષાનું મહિમાગાન કરવું તે આનંદ અને ગૌરવની વાત, પરંતુ અન્ય ભાષાની નિંદા કરવી તે છીછરાપણું કહેવાય; તેનાથી બચવું જોઈએ. માત્ર સારી ટકાવારી શિક્ષણ નથી. વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ખીલવવી તે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે.”

      સેમિનારના લેખિત પ્રતિભાવમાં શિક્ષક મિત્રોએ જણાવ્યું હતું કે, “આજે ગુજરાતી-અંગ્રેજીની જોડણીના નિયમોમાં રહેલી સમાનતા વિશે ઘણું નવું જાણવા મળ્યું. જોડણીના નિયમો ગોખીને યાદ રાખવાની બદલે સમજવાની જે વાત કહી તે ખૂબ ગમી.

   આ સેમિનારમાં બાલભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ભાઈઓ-બહેનો જોડયા હતાં. સેમિનારનું આયોજન શાળાના આચાર્યા પ્રજ્ઞાબહેન રામોલિયાએ કર્યું હતું. શિક્ષકોને સુંદર માર્ગદર્શન આપવા બદલ  શિક્ષક શ્રી વિરમદેવસિંહ ગોહિલે ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

     આપ પણ આપની સંસ્થામાં કાર્યક્રમનું આયોજન કરી શકો છો.

સંપર્ક :
મો.૯૮૨૫૪૯૨૪૯૯









No comments:

Post a Comment