Monday 29 April 2019

સેમિનારમાં શું શું શીખવવામાં આવે છે ?



માનનીય સારસ્વતશ્રી
            સાદર નમસ્કાર. 
    સૌના સહયોગથી ગુજરાતભરમાં મારા વિવિધ સેમિનાર અવિરત યોજાય છે.
    સેમિનારમાં શું શું  શીખવવામાં આવે છે ?
     એ અંગે કેટલાક મિત્રો જાણકારી મેળવવા ઇચ્છતા હોય છે. આથી ટૂંકમાં માહિતી 
 આપું છું.
    ◆◆ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભાષાકીય સેમિનાર ◆◆
             ★★ સાચી જોડણી લાગે વહાલી ★★
માત્ર બે કલાકમાં 5,000 થી વધુ શબ્દોની સાચી જોડણી શીખવવામાં આવે.
વારંવાર વપરાતા શબ્દોની સાચી જોડણી 
ભાષાના નિયમોની ખૂબ સરળ સમજૂતી
    વગેરે ઘણું બધું.....
              ★★ ભાષા સજ્જતા ★★
અનુસ્વાર અંગે ખૂબ સરળ સમજ
શું ભેગું લખાય ? શું છૂટું લખાય ?
◆ વિરામચિહ્નોની સરળ સમજૂતી
જોડણીભેદથી થતો અર્થભેદ
    ઉપરાંત ઘણું...
             ★★★ ગુજલિશ ★★★ 
ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ
સ્પેલિંગ સરળતાથી યાદ રાખવાની યુક્તિ
અંગ્રેજીમાં ઉચ્ચારણ વૈવિધ્ય
   ભાષાનું પણ અનોખું વિજ્ઞાન છેતે અંગે સંવાદ દ્વારા સમજૂતી

      ★★★ શિક્ષકો માટે સેમિનાર : ★★★
      અસરકારક વર્ગ વ્યવહાર/વર્ગ મારું સ્વર્ગ
શિક્ષણકાર્યને આનંદમય બનાવતી પ્રવૃત્તિઓ
 ◆સત્ય અને પ્રેરક પ્રસંગો દ્વારા શિક્ષકોમાં સકારાત્મક વલણનો સંચાર 
    સંવાદ(પ્રશ્નોત્તરી) દ્વારા સચોટ માર્ગદર્શન

       *■★◆ વિદ્યાર્થીઓ માટે સેમિનાર ◆★■*
               "ચાલો,જીવન મહેકાવીએ"
આનંદ અને ઉત્સાહથી આયોજનપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરવા અંગે માર્ગદર્શન
સંવાદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ
             વિશેષ જાણકારી મેળવવા આપ મારા મો. નં.9825492499 પર 
ફોન/મેસેજ કરી શકો છો. આ ફોન નં. સેવ રાખશો તો સંપર્કમાં રહી શકીશું.

 આપનો,
રાજેશ ધામેલિયા    
સુરત













































No comments:

Post a Comment