Monday 29 April 2019

શિક્ષણ સંવર્ધન અભિયાન "સમન્વય" ગુજરાત રાજ્ય આયોજિત 86મી રાજ્ય ગોષ્ઠી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના યજમાનપદે યોજાઈ.

શિક્ષણ સંવર્ધન અભિયાન "સમન્વય" ગુજરાત રાજ્ય આયોજિત 86મી રાજ્ય ગોષ્ઠી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના યજમાનપદે યોજાઈ.

     *તા.27-4-2019 ને શનિવારે મને "ગુજલિશ" વિશે વાત કરવાની તક મળી હતી.*

     *તા.28-4-2019 ને રવિવારે "ગાંધીજીના સહસાધકો" પુસ્તકનું રસદર્શન કરાવવાનો મને અવસર મળ્યો હતો.*


    સમન્વયના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીએ સમન્વય દ્વારા કરવામાં આવતા કાર્યોથી મહેમાનોને વાકેફ કર્યા હતા.
    ડૉ. હર્ષદભાઈ પટેલ(કુલપતિ,IITE), ડૉ. અજયભાઈ ગોર (પ્રિન્સિપાલ, પ્રમુખસ્વામી સાયન્સ કોલેજ-કડી),  શ્રીમતી ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય(જાણીતા સાહિત્યકાર), ડૉ. અશોકભાઈ પટેલ (કટાર લેખક), ડો.શૈલેન્દ્ર ભાઈ ગુપ્તા(કેળવણીકાર), શ્રી મનસુખભાઈ સલ્લા(જાણીતા કેળવણીકાર), શ્રી રવજીભાઈ ગાબાણી(પૂર્વ કેળવણી નિરીક્ષક) વગેરેનું સુંદર માર્ગદર્શન મળ્યું હતું.
      ગાંધીજીની સાર્ધ શતાબ્દીને કેન્દ્રમાં રાખીને "ગાંધીજી અને સ્ત્રી સશક્તિકરણ", "ગાંધી અને નેતૃત્વ", શિક્ષણ સંદર્ભે કુશળ નેતૃત્વ વગેરે વિષયો પર સુંદર રજૂઆત કરવામાં આવી.
     
તા.28-4-2019 ને રવિવારે ડૉ. બી.એમ.શેલડિયાએ "અનાસક્તિ યોગ" પુસ્તકનું રસદર્શન કરાવ્યું હતું. શ્રી સંજયભાઈ ભાવસાર(વિશ્વગ્રામ), ડૉ. અનિલભાઈ નાયક(કુલપતિ,ઉ.ગુ.યુનિવર્સિટી),શ્રીમતી શિરાલી મહેતા(લેખિકા), શ્રી વલ્લભભાઈ પટેલ(ચેરમેનશ્રી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી) વગેરે મહાનુભાવોએ પણ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા. 
        આ પ્રસંગે ગુજરાતભરમાંથી આવેલા શિક્ષકો, આચાર્યશ્રીઓ, સારસ્વતશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




















































1 comment: