Tuesday 11 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

 મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં  વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા (શા.ક્ર.272)માં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
       વિનોબા ભાવે વિશે વક્તવ્ય આપતાં  રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ભૂદાન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા વિનોબા ભાવે મોટા અપરિગૃહી વ્યક્તિ હતા.આપવાની ભાવનાનો ગુણ તેમને  તેમની માતા રુક્મિણીબાઈ  પાસેથી શીખવા મળ્યો હતો.  તેઓ શ્રીમદ ભગવદ ગીતાના ઊંડા અભ્યાસુ હતા. તેમણે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેના સારરૂપે “વિશ્વધર્મ સાર” નામે પુસ્તિકા લખી હતી. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના પણ લખી છે.  ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે માત્ર એક વ્યક્તિની પસંદગી કરવાની હતી ત્યારે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. રોમન મેગસેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓને “ભારત રત્ન”થી પણ  નવાજવામાં આવ્યા હતા. તેમના જીવનમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.” વિનોબા ભાવે વિશે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી  પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબો આપ્યા હતા.
    શ્રીમતી રેખાબહેન વસોયાએ સર્વધર્મ પ્રાર્થાનાનું ગાન કરાવ્યું હતું.
         સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વક્તવ્યને આજે 125 વર્ષ થતાં તેની ઉજવણી પણ કરવામાં આવી. શ્રી રાજેશ્રીબહેને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચતાં સુધીમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. શ્રી રાજેશ ધામેલિયાએ સ્વામી વિવેકાનંદના પ્રવચનનું વાચન કર્યું હતું. અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને ભારત પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા
હતાં. ત્યારે સ્વામીજી ભારતભૂમિ પર  પગ મૂકીને સૌ પ્રથમ ભૂમિમાં આળોટવા લાગ્યા. આમ, તેમની ભારતભૂમિ ખૂબ વહાલી હતી.”
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા (શા.ક્ર.272)માં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
       વિનોબા ભાવે વિશે વક્તવ્ય આપતાં  રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ભૂદાન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા વિનોબા ભાવે મોટા અપરિગૃહી વ્યક્તિ હતા.આપવાની ભાવનાનો ગુણ તેમને  તેમની માતા રુક્મિણીબાઈ  પાસેથી શીખવા મળ્યો હતો.  તેઓ શ્રીમદ ભગવદ ગીતાના ઊંડા અભ્યાસુ હતા. તેમણે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેના સારરૂપે “વિશ્વધર્મ સાર” નામે પુસ્તિકા લખી હતી. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના પણ લખી છે.  ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે માત્ર એક વ્યક્તિની પસંદગી કરવાની હતી ત્યારે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. રોમન મેગસેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓને “ભારત રત્ન”થી પણ  નવાજવામાં આવ્યા હતા. તેમના જીવનમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.”
    શ્રીમતી રેખાબહેન વસોયાએ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરાવ્યું હતું.
         સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વક્તવ્યને આજે 125 વર્ષ થતાં તેની ઉજવણી પણ કરવામાં આવી. શ્રી રાજેશ્રીબહેને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચતાં સુધીમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. શ્રી રાજેશ ધામેલિયાએ સ્વામી વિવેકાનંદના પ્રવચનનું વાચન કર્યું હતું. અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને ભારત પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે સ્વામીજી ભારતભૂમિ પર  પગ મૂકીને સૌ પ્રથમ ભૂમિમાં આળોટવા લાગ્યા. આમ, તેમની ભારતભૂમિ ખૂબ વહાલી હતી.”













No comments:

Post a Comment