Saturday 18 August 2018

તા.16-8-2018ના રોજ શ્રી પી.જે.શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય-સાપર ,તા.સાયલા,જિ. સુરેન્દ્રનગરમાં “સાચી જોડણી લાગે વહાલી” સેમિનાર યોજાયો.


     લોકશાળા- સાપરમાં તા.16-8-2018 ને ગુરુવારના રોજ  “સાચી જોડણી લાગે વહાલી” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં  રાજેશ ધામેલિયાએ ગુજરાતી-અંગ્રેજીની જોડણીના નિયમોમાં રહેલી સમાનતા વિશે અને વારંવાર વપરાતા શબ્દોની સાચી જોડણી અંગે સરળ સમજૂતી આપી હતી.  
 આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લવજીભાઈ મકવાણા,શ્રીમતી મીનાબહેન મકવાણા, નિવૃત્ત શિક્ષક શ્રી રાવતભાઈ,શાળાના ઇ.આચાર્ય શ્રી અનિલભાઈ મકવાણા, શાળાના તમામ શિક્ષક ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ખૂબ રસપૂર્વક સહભાગી થયાં હતાં.
      વિદ્યાર્થીઓ,શિક્ષકો, શ્રી રાવતભાઈ અને શ્રી લવજીભાઈ મકવાણાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આજે અમને ઘણું નવું જાણવા મળ્યું છે. શ્રી રાજેશભાઈ ધામેલિયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી હેતલબહેનનો  ખૂબ ખૂબ આભાર.














No comments:

Post a Comment