Saturday 18 August 2018

તા.17-8-2018ના રોજ રત્નસાગર વિદ્યાલયમાં “We are the Best” સેમિનાર યોજાયો.

   રત્નસાગર વિદ્યાલય- અમરોલીમાં તા.17-8-2018ના રોજ  “We are the Best” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
  શાળાના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ લાડુમોરે  વક્તા શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને શબ્દોથી સ્વાગત  કર્યું હતું. 
                 “We are the Best” સેમિનારનો પ્રારંભ શ્લોકગાનથી કરવામાં આવી.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
શ્રી રાજેશ ધામેલિયાએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે નાના કે સામાન્ય લાગતા સદ્ગુણોનું જીવનમાં આચરણ કરવાથી ખૂબ મોટો લાભ થતો હોય છે. આપણે બેસ્ટ બનવા માટે પોઝિટિવ વિચારો કરવાની સાથે તેનો અમલ પણ કરવો જોઈશે. લાકડામાં અગ્નિ રહેલો છે. તેનો નકારાત્મક ઉપયોગ કરીને કોઈનું ઘર સળગાવી પણ શકાય અને સકારાત્મક ઉપયોગ કરીને રસોઈ બનાવી શકાય,ટ્રેન ચલાવી શકાય, મોટાં મોટાં કારખાનાઓ પણ ચલાવી શકાય તેમ  દરેક માનવીમાં અખૂટ શક્તિ રહેલી છે, તેનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો ખૂબ લાભદાયી પરિણામ પ્રાપ્ત કરી શકાય. નિયમિતતા, નીડરતા, આત્મવિશ્વાસ, શિસ્ત,કામા કરવાની ધગશ વગેરે ગુણો આત્મસાત કરવાથી સફળતાના શિખરો સર કરી શકાય છે.















No comments:

Post a Comment