Thursday 9 August 2018

નિયમ :1 શબ્દમાં “ય” પહેલાં આવેલી “ઇ” સર્વત્ર હ્રસ્વ હોય છે. (સંદર્ભ : સાચી જોડણી લાગે વહાલી”)



શું માત્ર એક વાક્ય (નિયમ) યાદ રાખવાથી બે હજાર (2000) થી વધુ શબ્દોનીસાચી જોડણી લખી શકીએ ?
                               હા.
   “ ગુજરાતી જોડણી ખૂબ અઘરી છે” – એવું કહેવાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતી જોડણી અઘરી નથી. થોડી અટપટી જરૂર છે.
      એમ જોવા જઈએ તો દરેક ભાષામાં એવું જ છે. બીજી તરફ ગુજરાતી કેટલાક ખૂબ સરળ નિયમો છે, જે માત્ર એકવાર વાંચવાથી યાદ રહી જાય છે. અને આપણે હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ.
        આજે એક નિયમ વાંચીએ-શીખીએ.
નિયમ : 1 શબ્દમાં “ય” પહેલાં આવેલી “ઇ” સર્વત્ર હ્રસ્વ હોય છે.
ક્રમશ: બીજા નિયમો શીખતા રહીશું.
  માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી સહિત અન્ય ભાષાઓ વિશે પણ શીખતા રહીશું.
       આભાર.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499



2 comments: